logo
Breaking News
ધર્મ

ચારધામ દર્શન માટે રહ્યા ગણતરીના દિવસો, આ તારીખે થશે ચારેય ધામોના કપાટ બંધ

અ
અધિકાર ન્યૂઝ એક્સપ્રેસ બ્યૂરોપ્રતિનિધિ
|8 કલાક પહેલા|2 મિ. વાંચન
ચારધામ દર્શન માટે રહ્યા ગણતરીના દિવસો, આ તારીખે થશે ચારેય ધામોના કપાટ બંધ
Share:

ઉત્તરાખંડમાં દર વર્ષે યોજાતી પવિત્ર ચાર ધામ યાત્રા 2026 હવે તેના આખરી ચરણમાં પહોંચી ગઈ છે. શિયાળાની શરૂઆત થતાં જ હિમાલયની ઉંચાઈઓ પર સ્થિત ચાર પવિત્ર ધામોના દરવાજા (કપાટ) આગામી શિયાળુ સત્ર માટે બંધ કરી દેવામાં આવશે. જો તમે પણ આ વર્ષે દર્શન કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારી પાસે હવે ગણતરીના દિવસો જ બાકી છે. હવામાન અને ધાર્મિક તિથિઓ અનુસાર નવેમ્બર 2026 ના મધ્ય સુધીમાં તમામ ચાર ધામોના કપાટ અલગ-અલગ શુભ મુહૂર્તમાં બંધ કરવામાં આવશે.

## **કપાટ બંધ થવાની તારીખો અને સમય**

યાત્રાળુઓની સુવિધા માટે ચારેય ધામોના દરવાજા બંધ થવાનું સમયપત્રક જારી કરવામાં આવ્યું છે:

ગંગોત્રી ધામ: 10 નવેમ્બર,2026 ના રોજ બપોરે 12.05 વાગ્યે કપાટ બંધ થશે.

કેદારનાથ ધામ: 11 નવેમ્બર, 2026 ના રોજ સવારે 8.30 વાગ્યે કપાટ બંધ થશે.

યમુનોત્રી ધામ:11 નવેમ્બર, 2026 ના રોજ ભાઈબીજના પવિત્ર પર્વે સવારે 10.28 વાગ્યે દરવાજા બંધ થશે.

બદ્રીનાથ ધામ: 16 નવેમ્બર, 2026 ના રોજ રાત્રે 9.37 વાગ્યે આખરી વિધિ સાથે કપાટ બંધ થશે.

### **યાત્રાનો પરંપરાગત અને યોગ્ય ક્રમ**

ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચોક્કસ ક્રમમાં જ પૂર્ણ કરવાનો મહિમા છે:

1\. યમુનોત્રી ધામ (ઉત્તરકાશી): યાત્રાની શરૂઆત દેવી યમુનાના દર્શનથી થાય છે, જે સુખ-સમૃદ્ધિ આપે છે.

2\. ગંગોત્રી ધામ (ઉત્તરકાશી): બીજો પડાવ મોક્ષદાયિની માતા ગંગાનું ધામ છે, જ્યાં પૂજા કરવાથી પાપોથી મુક્તિ મળે છે.

3.  કેદારનાથ ધામ (રુદ્રપ્રયાગ): ત્રીજો પડાવ ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક એવા કેદારનાથ ધામનો છે.

4\. બદ્રીનાથ ધામ (ચમોલી): યાત્રાનો અંતિમ પડાવ ભગવાન વિષ્ણુના બદ્રી નારાયણ સ્વરૂપનું ધામ છે, જ્યાં દર્શનથી યાત્રા પૂર્ણ થાય છે.

#### **ચક્રધામ યાત્રાનું ધાર્મિક મહત્વ**

સનાતન ધર્મમાં ચાર ધામ યાત્રાનું અત્યંત વિશેષ સ્થાન છે. એવી માન્યતા છે કે સાચા હૃદયથી કરવામાં આવેલી આ યાત્રાથી વ્યક્તિને આત્મશુદ્ધિ, મનની શાંતિ અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ મળે છે. વિકટ પર્વતીય માર્ગો અને વિષમ હવામાન છતાં દર વર્ષે લાખો ભક્તો આ પવિત્ર ધામોમાં શ્રદ્ધાસુમન અર્પિત કરવા આવે છે. શિયાળા દરમિયાન કપાટ બંધ થયા બાદ ભગવાનની પૂજા નીચલા સ્થળોએ (શીતકાલીન પ્રવાસ) કરવામાં આવે છે.

ટ્રેન્ડ કરી રહ્યા છે